STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Inspirational

3  

Ramesh Patel (Aakashdeep)

Inspirational

પિતા તમે તો જીવનભાષા

પિતા તમે તો જીવનભાષા

1 min
241

પિતા તમે તો જીવનભાષા...


શ્રીફળ સા પિતાશ્રી, છો તમે તો જીવન ભાષા

તમે જ સારથી, વંદુ તમે જ શ્રીકૃષ્ણ ભગવંતા,


કરું યાદ મમ બચપણ

દીઠું જ સવાયું સગપણ

શૈશવ રમે શેરીની ધૂળે

રૂઆબ પિતાનો હૈયે ઝૂલે,


પિતૃ ઉરે રમે એક અભિમાન

ધન્ય હો ! મારું મહિસા ગામ

હૈયે સમરું હરખ કહાણી

પિતા વાત જ તમારી ન્યારી,


મુખી ગામ ધણીની ગૌરવ ખ્યાતિ

કોટ પહેરણને માથે નિત કાળી ટોપી

ભેંસ બળદ ને વ્હાલી ઘરની ખેતીવાડી

ગ્રામ્ય સંસ્કૃતિ, આંગણ ધવલી ઘોડી,


યાદ આવે સ્લેટે એકડો ઘૂંટેલો

મેળાના ઢોલે પિતાનો હેલો

વલોણાં અન્ન કોઠાના ભંડારા

હોળી દિવાળીના ઝબકારા,


દીવાથી દીવો પ્રગટાવી, ઝળકાવ્યાં જેણે જીવન

ઘર ગામ વતનના મોભી, ઝવેરભાઈને શત વંદન,


ધીર વીર તવ વ્યક્તિત્વ, વતન પ્રેમી સત્વ નિરાળું

શાખ તમારી સૂરજ સમ, ભીતર પૂનમ અજવાળું,


યાદ આવે ઘનઘોર ચોમાસાં

ચોર ડાકુઓની ભીતી ભારે

ફરે રોન ભરી બંધૂક જ રાતે

પાટ; ઓટલો સિંહાસન ચોકે,


બાજ વાઘ સમ પિતૃ ઓળખ શ્રેયી

પુસ્તક પ્રેમે વિનય વ્યવહારે મિત્ર પ્રેયી

સ્વાધીનતા સંગ્રામની આદરવંતી પેઢી

યુગ પરિવર્તનના પથડે રટે કહાણી મીઠી,


ઝીલે ગાંધી વલ્લભ વિચારધારા 

સંગે મળ્યા રવિશંકર મહારાજા

લહેરે ગામે ગામ સંઘે ચમત્કારા

ભેટે મૂક સેવકને પિતા ન્યારા,


ઉરે મંત્ર, પાછા પડે એ મર્દ શાના

વિકટ વિપદાઓ જ તોલી સંગ્રામે

સર્વોદય ભૂદાન ચળવળના ભેખધારી

મૂકી દોટ સદા ઝંઝાવાતો સામે,


ફૂલ ખીલવવા કાંટા સંગ રમ્યું પિતાનું જીવન

અડગ મનોબળ પડકારો ઝીલતું, 

પિતાનું હીરલું કેવું ભવ્ય કવન !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational