પીપળાનું પાન
પીપળાનું પાન
આપી પીપળાનું પાન,
પ્રેમનું પ્રદર્શન કર્યું તે,
તે તને યાદ છે.?
મૂકી પુસ્તક વચ્ચે,
પાન પીપળાનું,
ઊંડા લીધા શ્વાસ મેં,
એ મને યાદ છે.
મારા નામનો અક્ષર ઘૂંટી,
પાડી ભાત તે,
તે તને યાદ છે ?
આંખો મીંચી,
અડતાં એ અક્ષર ને,
અહેસાસ થયો સ્વર્ગનો,
એ મને યાદ છે.
ચા પીયને બેઠા,
અડધી રાત સુધી,
તે તને યાદ છે ?
ઝીણું ઝીણું હસતાં,
હરેકના જવાબ દીધા મેં,
એ મને યાદ છે.
પુસ્તક ને પંપાળી પાછું લીધું,
પીપળાનું પાન તે,
તે તને યાદ છે ?
કરી બે ભાગ,
એક આપ્યો મને ને બોલી,:-
'આ મારુ દિલ છે',
એ મને યાદ છે.
જુદા થયા ને, એક જમાનો થયો.
થયો પરાયો હું, તારેેે મન,
'યાદ'નો પાયો, તું મારે મન.
મારા જીગરમાં તું એક.
તારા જીગરમાં વસ્યા અનેક.
પાન સૂકાયાં,
પ્રેમ સૂકાયાં,
પ્રેમમાં સાચાં-ખોટાં,
આપણે પરખાયાં.
તે યાદ છે,
કોલેજનાં
પીપળાનાં ઝાડને !
