પીંછા થઈ
પીંછા થઈ
પીંછા થઈ પાત્રો છે ઊગ્યા કાગળીએ
રંગીન સુગંધિત ફૂલોના કૂણા ફરિશ્તા એ,
મહેંદીના લીલુડા રંગની ટેરવે પ્રતીક્ષાએ
સ્પર્શે છે શબ્દો ને કિસ્સાઓ કાગળિયે,
ઘૂંટી ઘૂંટીને શબ્દકોશ ઝૂમતી પાંખડીએ
પેનપાટી લખે ભૂંસે ટપક ટપક કરિશમાએ,
બાંધ્યો છે કૃષ્ણ કે જશોદાની આંગળીએ
શ્વાસમાં શ્વાસ આવતો મલકે ભાખોડીએ.
