પીડીતા નું દર્દ
પીડીતા નું દર્દ


એક પરી દુનિયામાં અવતરી,
ઘરમાં ખુશીઓએ દસ્તક દીધી.
પિતાની લાડલી બની ગઈ,
એની કિલકારીથી ઘર ગુંજી જાતું,
દિકરીને સમાજ કાબેલ બનાવી,
આજે એક પિતાનું પારેવું પીંખાઈ ગયું,
ઘરની એક રોનક જતી રહી,
એક વેશી નરાધમના કારણે.
દ્રોપદીના ભરી સભાએ ચીર ખેંચાયા,
પર આજે રોજ દ્રોપદીના ચીર ખેંચાય,
એ કાના તને ભક્ત પુકારે,
તું ક્યા રહ્યો તું આવ એકવાર,
તારા બનાવેલાના કારનામા જો,
એક તારા કલકી અવતારની ઝલક તો દેખાડ.
થોડા દિ' શોર બાકોર હલ્લાબોલ,
મીણબત્તીના પ્રકાશ થકી મિડિયાને અપીલ,
તડકીલો ભડકીલો આક્રંદભર્યો ભર્યો કેકારવ,
ધીરે ધીરે બધું ઠરીને ઠામ આક્રોશને જીવંત રાખો સદા.
ઓય કાનૂનના રખેવાળો તમે જાગો,
આંખે આવેલો અંધાપો મિટાવો સદા.
તેના પિતાને ન્યાય ન આપાવો તો,
તો કંઈ નહીં તમે તેમને આંસુડે રડાવશોમાં.
જે કોઈની ઈજજત સાથે રમે છે,
એ સારપ નહીં માંના ધાવણને લજાવે.
પોતાના ગંદા લોહીનો પરિચય કરાવે,
એક નરાધમના કારણે પુરુષ જાત લાજે.
એ નરાધમ હેવાનોને ખુલ્લા કરી મારો,
ફાંસી નહીં જાહેરમાં વીંધી મારો રે,
નરાધમો તો કન્યાને પીંખી મારે,
સમાજના આગેવાનો પીડિત કન્યા ને મેણે વીંધી મારે,
આજના સમાચાર સુની હૈયુ નાચી ગયું,
સાલા નરાધમોને વિંધીને ઠામ કર્યા.
આ તમારા કામનો ઇતિહાસ રચાશે,
બીજા આ કામ કરતા થરથર કાંપશે,
તમારા આ કામની નોંધ આખા દેશે લીધી,
વાહ વાહ તમારી થઈ ગઈ જય હિંદ ભાઈઓ.
જય જય માં ભારત તમારા આ લાલ ને,
તમારા આ કામ આખા દેશમાં નોંધ લેવાય.