ફૂલોનો ઉત્સવ
ફૂલોનો ઉત્સવ
ઉત્સવ ફૂલોનો છે ઉત્સવ રંગોનો
ગીત મધુર ગાવું છે,
મહેકતી ફોરમના ઘેલા થઈ ને
મઘમઘતું વ્હાલ થાવું છે...
સજીલી ધરતી ને હરખાતા સૂરજને
અભિનંદન આજ કહેવું છે,
ફૂલોના રંગ લઇ ઊડે પતંગિયા
પતંગાને જઈ અડવું છે...
વાંકડિયા વળ એ કોમળ પાંદડીના
કેવા સોહામણા લાગે,
નિરખે પતંગિયું નજરું મેળવીને
સંગ સંગ એની રમવું છે...
પ્રેમ ફૂલોનો આજ ખિલ્યો છે એવો
તરબોળ થઈ જાવું છે,
ખોબો ખુશીઓનો ભરી, મહેક શ્વાસોમાં ભરી
ગુલાબ મારે થાવું છે.