ફૂલોની દુનિયા
ફૂલોની દુનિયા
ઈશ્વરનો હૈયાહાર ફૂલોની દુનિયા,
પૃથ્વીનો ધબકાર ફૂલોની દુનિયા.
‘સાગર’ આ દુનિયા રસભર્યું વાદળ,
વરસે સાંબેલાધાર ફૂલોની દુનિયા.
સૂર્ય જેવું ચમકે ફૂલોની દુનિયા,
ઝાંઝર જેવું ઝમકે ફૂલોની દુનિયા.
‘સાગર’ આ દુનિયાથી રહેશો ન દૂર,
અત્તર જેવું ધમકે ફૂલોની દુનિયા.
ફેલાવે સદા સુવાસ ફૂલોની દુનિયા,
અલૌકિક રમાતો રાસ ફૂલોની દુનિયા.
‘સાગર’ સર્જનહારનો માનો આભાર,
બનાવી જેણે ખાસ ફૂલોની દુનિયા.
