STORYMIRROR

Rajesh Hingu

Drama Romance

4  

Rajesh Hingu

Drama Romance

ફણગી ગ્યો છું

ફણગી ગ્યો છું

1 min
131

કોઇ કહે છે બદલી ગ્યો છું, કોઇ કહે છે બગડી ગ્યો છું;

મારામાં અંકુરો ફૂટ્યા શબ્દોનાં, હું ફણગી ગ્યો છું.


ઝાડી, ઝાંખર, કંકર, કંટક વચ્ચે મક્કમ પગલે ચાલ્યો, 

છેક શિખરની ટોચે પહોંચી જઈને પાછો ગબડી ગ્યો છું. 


એ વરસાદી સાંજે તું આવી, અડકીને ચાલી ગઈ, 

એ પછી હું ભર ચોમાસે આખેઆખો સળગી ગ્યો છું. 


મૌન જ રહેજે નહિંતર પાછા ઉડી જાવું પડશે મારે, 

તારે કાંધે હું જ હવે વેતાળ બનીને વળગી ગ્યો છું. 


એ જ કારણે હર હાલતમાં મનભર હુું તો 'મોજ' કરું છું;

તારી વ્હાલપ કરવાની આ રીત, પ્રભુ! હું સમજી ગ્યો છું.


Rate this content
Log in

Similar gujarati poem from Drama