ફળદાયક વૃક્ષ
ફળદાયક વૃક્ષ
પૈસાના કંઈ ઝાડ ન ઊગતા,
પણ ઝાડ તો પૈસા આપે.
તોયે માનવ ક્રૂર બનીને,
શીદને એને કાપે...
વૃક્ષ તો સૌને દેનારા છે,
ફક્ત એ માવજત માંગે.
એને માવજત કરનારા તો,
નોટ સદાયે છાપે...
ફળ, ફૂલ ને ધાન્ય એ આપે,
આપે વિધવિધ શાક.
દેતા દેતા સહુ જીવોને,
વૃક્ષ કદી ના થાકે...
શીતળ છાય ને ઠંડક આપે,
મરીને કાષ્ટ એ આપે.
ઝાડને પાલો ખવડાવીને,
સૌને તૃપ્તિ આપે.
