ફેરા
ફેરા
ચલ આજે લગ્નનાં ફેરા ઉધાં ફરી લઈએ,
પહેલાં જેવો થોડો પ્રેમ કરી લઈએ.
થઈ ગયા છીએ વ્યસ્ત જિંદગીમાં,
ચાલ કેસેટ થોડી રિવાઈન્ડ કરી લઈએ.
લાઈક્સ ડિસલાઈક્સ ફરી પાછાં યાદ કરી લઈએ,
ચલ ફરી પાછાં થોડી વાત કરી લઈએ.
સૂનો છે એ બાંકડો જ્યાં કેદ છે આપણી એ યાદો,
ચાલ ફરી એને આઝાદ કરી દઈએ.
ખરેખર કહું છું ચલ આજે લગ્નનાં ફેરા ઉધાં ફરી લઈએ,
પહેલાં જેવો થોડો આજે પ્રેમ કરી લઈએ.

