પડકાર
પડકાર
નવું વરસ છે અને સાથે નવો પડકાર છે,
ફરીથી આ જગત થઈ રહ્યું બીમાર છે,
સાવચેત ફરીથી થવું પડશે આપણે વધુ,
રૂપ બદલીને રોગ કરી રહ્યો શિકાર છે,
આમદની બંધ થઈ છે આમ આદમીની,
ને બીજી તરફ અસ્પતાલો ધમધોકાર છે,
જીવન દુષ્કર થયું છે સહુનું ઘરમાં રહી,
બહાર કશે જવામાં જોખમ પારાવાર છે,
માણસ માણસને સ્પર્શ કરી શકતો નથી,
માસ્ક પહેરવું તે જ એકમાત્ર સારવાર છે,
આ જગત બંધાયું છે ઘણાં નિયંત્રણોમાં,
આઝાદી મળવામાં લાગતી ઘણી વાર છે,
હવે સુરક્ષા કોણ કરશે, એનો આ જવાબ,
રસી લેશો તો બચશો, બેડો થતો પાર છે !
