પૈસા - પ્રગતિ કે અંત?
પૈસા - પ્રગતિ કે અંત?
સંબંધો રૂપિયામાં વેચાય છે,
સત્ય કોડીયોમાં તોલાય છે.
પ્રેમ મોંઘી ભેટમાં સમાય છે,
દોસ્તી મતલબમાં મપાય છે.
લાગણી મૂલ્યોમાં ભૂલાય છે,
આદર્શો લીલામ થાય છે.
સંસ્કારો શૂન્ય થાય છે,
ફેશનના શો રચાય છે.
