અપંગતા એક તાકાત
અપંગતા એક તાકાત
ચાલ આપણી વાસ્તવિકતાને હાર નહી,
પણ હથિયાર બનાવી લઈએ.
તોફાનોમાં ડૂબતી નાવ ને જ,
સાહીલ બનાવી લઈએ.
અંધારામાં જોયેલા સપનાઓને,
ઉજાસનું લક્ષ્ય બનાવી લઈએ.
હર પલ લડાઇને જિંદગી અને,
સાહસને જીત બનાવીએ.
જગના ઝેરને અમૃત અને,
આંસુની સ્મિત બનાવી લઈએ.
પરવા દુનિયાની છોડીને,
પોતાની જાતને પ્રેમ કરી લઈએ.
ચાલ આપણી વાસ્તવિકતાને હાર નહી,
પણ હથિયાર બનાવી લઈએ.