હોંસલોનો પતંગ
હોંસલોનો પતંગ


ઉડે છે સ્વપ્ન મારા બનીને હોસલોનો પતંગ,
આજે વ્યોમને ચૂમવાને ઉડે હોસલોનો પતંગ.
ન ડર એને નભની ઊંચાઈનો,
ન ખોફ એને આકાશની ગહેરાઇનો.
કરે વાયરા સાથે વાતો મારા હોંસલોનો પતંગ,
રમે ગગન સંગ મારા હોંસલોનો પતંગ.
લક્ષ બની એને લહેરાવું છે,
સિતારો બની એને ચમકવું છે.
બાંધી નીડરતાની ડોર ઉડે હોસલોનો પતંગ,
લડીને લડાઈ જોને ઉડે હોસલોનો પતંગ.