મારા બા
મારા બા


હેતથી છલકતો ખોળો તારો યાદ આવે છે બા,
અમીથી ભરેલ હાથ તારો યાદ આવે છે બા.
બાવરી થઈને આંખો મારી તને ગોતે છે બા,
બધુ ભૂલીને હૈયું મારું તને ઝંખે છે બા.
જયારે કરે છે પરીક્ષા મારી જિંદગી બા,
થાકેલા શ્વાસે તારું જ નામ આવે છે બા.
જગ ઘૂમી આવી હું બા,
પણ તારા જેવું ન કોઈ બા.