આંસુ અંગારા
આંસુ અંગારા


શાંત વહેતી નદીમાં પણ પુર આવશે,
જ્યારે આંસુ અંગારા બનશે.
જુલ્મીના જુલ્મો દટાશે,
જ્યારે આંસુ અંગારા બનશે.
મૌન પડેલા શબ્દોને વાંચા આવશે,
જ્યારે આંસુ અંગારા બનશે.
દર્દજ હથિયાર બનશે,
જ્યારે આસું અંગારા બનશે.
સમાજના ખોટા નિયમો બદલાશે,
જ્યારે આંસુ અંગારા બનશે.
વર્ષોથી દટાયેલા સ્વપ્નો પૂરા થશે,
જયારે આંસુ અંગારા બનશે.