પારસમણિ
પારસમણિ
પારસમણી...
શાસ્ત્ર કહે કામધેનુ સર્વ ઇચ્છા પૂર્તિ કરે
કલ્પવૃક્ષ નીચે માંગીએ તો મનવાંચ્છિત ફળ મળે
પારસમણિ સ્પર્શે લોહને તો સુવર્ણ થઈ ઝળહળે
શોધું જગે ભમીભમી, એ પારસમણિ ક્યાં મળે?
ત્યાં તો મંદિરે થયો ઘંટારવ, અજબ ચેતના પૂરતો
શ્રદ્ધાથી દર્શન કરતાં ભાવે ધ્યાન પ્રભુનું ધરી રહ્યો
ઋષિ વાલ્મીકિ વંદે: હતો હું વને રઝળતો વાલિયો
નારદજીએ દીધો જાપ અને રામમય જીવન ભયો
પ્રભુનામ છે પારસમણિ, કહે પથ્થર નીરખ મારી જિંદગી
જો સામે ઊભો છું તારી, હું સ્વયં રુપ પ્રભુનું બની
સંતકોટિ થઈ જીવ જો નીત પ્રભુ શરણમાં રમે
તું જ છે એ પારસમણિ, યુગયુગોને પલટી શકે
રમેશ પટેલ(આકાશદીપ)
