પાણી પહેલા પાળ
પાણી પહેલા પાળ
સંસ્કારિતા ભૂલીને હવે આધુનિકતાને અપનાવે છે,
ગામની શાંતિ હવે શહેરના શોરમાં ઝંપલાવે છે,
પ્રકૃતિના ખોળે ખેલતું ગામ હવે મે'લાતું બંધાવે છે,
ઊંચી ઇમારતું હવે ગામને શહેર બનાવે છે,
શહેરીકરણની ઘેલછામાં ગામની શકલ બદલાવે છે,
ઝાડવા કાપીને તપતા સિમેન્ટના રસ્તા બનાવે છે,
ખેડૂ જગતાત છોડી ખેતી ! ને શહેરમાં ભાગ્ય અજમાવે છે,
મોં નું બટકું મેલીને આખું લેતાં ભાગ્યનું'ય ગુમાવે છે,
શહેરમાં ઉદ્યોગ ફેક્ટરીઓનું પ્રદુષણ શ્વાસ રૂંધાવે છે,
વૃક્ષોનાં નિકંદનથી પ્રાણવાયુનો અભાવ શ્વાસો ટૂંકાવે છે,
શુદ્ધ જળ,વાયુ ને પ્રકૃતિ જ પ્રદુષણ અટકાવે છે,
પાણી પહેલા બાંધેલી પાળ જ સમજદારી કહાવે છે.