પાનખર
પાનખર

1 min

22
ઠૂંઠા ઊભા, સહજ થઈને, રાહ જોતા શિયાળે
લીલા પીળા, થરબથર ને, પાન નીચે સૂતેલા,
લાંબી રાતો, શરદ સરખી, ઠંડ લાગી પત્તાને
આયુ વૃદ્ધા, લઘુ દિન વળી, વાયુ વાતા સવેગે,
આવ્યો વેગે, દળ પડત ને, વાયરો ભોંય પાડે
શાખા દાંડી, ખરત અનિલે, ક્રમ દીસે સહેજે,
આવી આશા, સમય બદલ્યે, કૂંપ ફૂટી ફરીથી
લીલા લીલા, જનમ લઈને, કૂંપળે લાજ રાખી,
ઠૂંઠા ઊભા, સહજ થઈને, રાહ જોતા શિયાળે
ધૈર્યા વ્રતે, દલ વખત રે, આજ ખીલ્યા વસંતે.