STORYMIRROR

Dr Sejal Desai

Classics Inspirational

3  

Dr Sejal Desai

Classics Inspirational

પાનખર

પાનખર

1 min
202



પાનખર માં પણ જીવનને સજાવી દે, તું

વિશ્વાસ તારા શ્ર્વાસ ને અપાવી દે, તું !


જીવનપથ પર વાગશે ઠોકરો ઘણી,

હિંમતને તારા હૈયામાં સમાવી દે, તું !


આજીવન કસોટી પણ થશે જ તારી,

શ્રધ્ધાને તારા અંતરમાં જગાવી દે, તું !


સફરમાં કદાચ વિખેરાશે તારા સાથી,

સત્ય હકીકત તારા મનને બતાવી દે, તું !


સમયે માધવ પણ તારો બનશે સારથી,

જીવન પ્રભુ ના સ્મરણમાં વિતાવી દે, તું !



Rate this content
Log in

Similar gujarati poem from Classics