STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Drama

4  

Ramesh Patel (Aakashdeep)

Drama

પાનખર અવસરા

પાનખર અવસરા

1 min
189

પાનખર અવસરા

હરિણી છંદ


પવન ખરવે, વાઘા મારા, વળી  હરખે હસે,

જગત મમ આ, દીસે  ક્ષોભી, અકારું રડે દિલે,

તરુ વલવલે, નિષ્ઠુરી  છે, તું  પાનખરા જગે,

મધુર  ફળનો, દાતા ઊભો, વિષાદ ધરી તને

………

સૂની ડાળો ને માળ રે સૂના આ

રુસણે ચાલ્યા આ લીલુડા શણગાર

શિશિર દીઠા રે વાયરા વૈતાળ(૨)


કોની તે લાગી આ કાળી નજરું રે?

ખરતાં પાન રુએ સૂકવે થડ ડાળ,

પીળાં પાંદડાં રઝળે ખરી વનવાટ(૨)


જાણી પાનખર, તું છે ભલી અવસરા,

કણકણમાં જાશું રે અમે જ સમાઈ,

ખીલવું ને ખરવું એ સદા ભાગ્યમાં,

વાળી ઋણ સવાયાં, ધન્ય! કરી પુણ્ય કમાઈ !


Rate this content
Log in

Similar gujarati poem from Drama