પાગલ કદમોનો ઉમંગ
પાગલ કદમોનો ઉમંગ


હવે તો અમથો અમથો આંઠે પહોર,
અંતરનો આનંદ છે,
નથી કોઈ જ આંસુની ધાર કે ન
કોઈ જાતનું આક્રંદ છે,
હર મર્યાદા બની ગઈ વર્તુળ,
એક અનોખી ક્ષિતિજનું,
આજ પ્રસારી છે પ્રેમથી આ,
બાંહો બેહદ ને અનહદ છે,
ન કોઈ ખાસ વાર કે ન કોઈ,
તહેવાર રહ્યા જિંદગીમાં,
જ્યાં પ્રત્યેક પળ જાણે હવે એક,
નવો જ પ્રેમ પ્રસંગ છે,
આખે આખું અસ્તિતવ અકારણ,
ઊજવી રહ્યું ઉજવણી,
અહીં તો અહર્નિશ આનંદ અને,
ઉત્સવનો જ તરંગ છે,
એ જ્યારથી નજર થકી રસ્તો,
કરીને ઉતર્યા છે દિલમાં,
ત્યારથી એની હર આહટમાં,
આગમનનો અનુબંધ છે,
ને અજવાળામાંય જે રંગ હતાં,
ફિકાં ફિકાં જેના વગર,
એના સથવારે તો હવે,
અંધારામાંય ઉજાસનો પ્રબંધ છે,
હર "પરમ" રાહને તારી જ તરફ,
આગળ વધતી જોઈ,
તેથી જ આ "પાગલ" કદમોમાં,
હવે અનન્ય ઉમંગ છે.