પાછો ફરી જાઉં
પાછો ફરી જાઉં


કે છે વિચાર હજુ કે પાછો ફરી જાઉં,
સાથ આપે જો તું; હું તારો બની જાઉં,
ખ્યાલમાં તારી વાતો ને યાદો રહે છે,
શું કરું? શું આમ જ હું મરી જાઉં?
જીવનથી અલગ થઈ ને શું આપ્યું તે,
કહે તો ગરીબાઈનો પુરાવો આપી જાઉં,
કે લખવા હું બેઠો હતો નસીબને મારાં,
તારી કમી રહી; હવે હું શું લખી જાઉં?
તને હું ક્યારેય ઝૂકાવી નહીં શકું ખ્યાલ છે,
છે મને ભરોસો કે હું ખુદા ને ઝૂકાવી જાઉં.