STORYMIRROR

Rutambhara Thakar

Romance

4  

Rutambhara Thakar

Romance

ઓત્તારી

ઓત્તારી

1 min
173

ઘડપણમાં જીવવાનો હેતુ મળી ગયો, 

એક ડોસાને ડોસી જોડે પ્રેમ થઈ ગયો. 

ઓત્તારી, આ તો કમાલ થઈ ગયો !


બોખા દાદાને બોખું સ્મિત કરતાં કરતાં, 

ખડખડાટ હસવાનો અવસર મળી ગયો.

ઓત્તારી, આ તો કમાલ થઈ ગયો !


ચોકઠાથી માંડ ચાવતાં ચાવતાં, 

એ જ દાંતે અખરોટતોડવાનો વહેમ થઈ ગયો. 

ઓત્તારી, આ તો કમાલ થઈ ગયો !


મોતીયાંવાળા જાડાં ચશ્માં પહેરતા પહેરતા,

આંખ મારવાનો યત્ન થઈ ગયો .

ઓત્તારી, આ તો કમાલ થઈ ગયો !


કાંપતા હાથે આવજો કરતાં કરતાં, 

એ જ હાથે ફ્લાઈંગ કીસ કરતો થઈ ગયો.

ઓત્તારી, આ તો કમાલ થઈ ગયો !


ઓમ આવ,ઓમ બેહ બોલતાં બોલતાં, 

આઈ લવ યુ ઈંગ્લીશમાં બોલવાનો  મહાવરો થઈ ગયો.

ઓત્તારી, આ તો કમાલ થઈ ગયો !


એક ડોસો એક ડોસીના પ્રેમમાં યુવાન થઈ ગયો,

વૃદ્ધાવસ્થામાં ન્યાલ થઈ ગયો.

ઓત્તારી, આ તો કમાલ થઈ ગયો !


Rate this content
Log in

Similar gujarati poem from Romance