STORYMIRROR

Minaxi Rathod "ઝીલ"

Tragedy Fantasy Inspirational

4  

Minaxi Rathod "ઝીલ"

Tragedy Fantasy Inspirational

ઓકાત નથી જોઈ

ઓકાત નથી જોઈ

1 min
187

મળ્યા એવા દુઃખ દર્દ આવી સોગાત નથી જોઈ,

સ્વીકાર્યા બધા સહર્ષ એની ઓકાત નથી જોઈ,


અજાણ્યા થઈ આવે એ પાછા પૂછવા, કેમ છો ?

મેં માણસની આવી નફ્ફટ જાત નથી જોઈ,


પડેલાં જોઈને દૂર ઊભાં એ મૂછોમાં હસે છે,

જાણે આંખોમાં કોઈ દિ' ભાગીરથી નથી જોઈ,


દિલને દિમાગ ઘેરાયેલા છે ઘણાંય અંતરયુદ્ધથી,

જગત વ્યવહારની મેં આવી ઉત્પાત નથી જોઈ,


કંઈક ઈચ્છા ધરબાઈ ને કંઈક જિંદગી જીરવાઈ,

ભારોભાર ઘૂટનમાં 'ઝીલ' ને છલકાતી નથી જોઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy