ઓ ખુદા.....
ઓ ખુદા.....


વાહ, વાહ રે ખુદા !,
તારી બનાવેલ આ દુનિયામાં,
ઊભી છું ફરિયાદીની લાઈનમાં,
છતાંય લેવાય છે નામ મારું અવ્વલ, ગુનેગારોની યાદીમાં !
નથી રહી છે હવે કોઈ આશા કશુંક મેળવવાની,
છતાંય લાલચુ ઉપનામે વખણાઈ જિંદગાની મારી !
ભર્યું છે મુજ હૃદય લાગણીઓથી,
છતાંય સ્વાર્થીપણાનો માસ્ક પહેરાવી દીધો છે ખોટા અંદાજોથી !