STORYMIRROR

Vrajlal Sapovadia

Abstract

3  

Vrajlal Sapovadia

Abstract

ન્યાય

ન્યાય

1 min
24

ન્યાય દંડનું ત્રાજવું જો સીધુ રહે

ઘી દૂધની ત્યાં નદીઓ નક્કી વહે,


થયો ન્યાય દેખાવો પણ જોઈએ

તોળ્યો હોય વળી સવેળા કોઈએ,


બાર વરસે જો વાસી ન્યાય મળે

તો સાંઠ વર્ષે કન્યા કુંવારો ભાળે,


ટકે શેર ભાજી ને ટકે શેર ખાજા

અંધારા નગરે ઠેરઠેર ગંડુ રાજા,

 

અંતે ધર્મો જય, સત્ય પાપો ક્ષય

કલિયુગે દ્રવ્ય નમે ન્યાય વિક્રય,

 

અંગૂઠો બતાવવો ન ન્યાયનું કામ

વેંચતા ખરીદતા શાને લઈને દામ,

 

આપવાનાં ને લેવાનાં કાટલાં જુદા

માને શું ગંડુ રાજા કે અંધ શું ખુદા?


આભ ફાટ્યે ક્યાંય થીગડું ન દેવાય

ઉજળું એટલું બધું દૂધ નહિ મનાય,

 

એરણની ચોરી કરી કરે સોયનું દાન

માંગે પ્રભુ કને મળે સત્યનું વરદાન,


ઓળખીતો સિપાઈ બે દંડા વધુ મારે

લાંચિયા અમલદાર ગુનેગારને તારે,


કરો તેવું પામો અને વાવો તેવું લણો

એ વાત થઈ જુની હવે કળયુગ ભણો.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract