નવું વર્ષ આવી ગયું
નવું વર્ષ આવી ગયું


હર્ષ છવાયો ચારે ઓર, વર્ષ ૨૦૨૦નું સેલિબ્રેશન એવું જાણે ટ્વેંન્ટી ટ્વેંન્ટી મેચનું સેલિબ્રેશન યોજાયું,
ગુડનાઈટ કહીને ઉંઘ્યો ૨૦૧૯મા, સવારે ઉઠતાં તો ૨૦૨૦ આવી ગયું,
ઉંઘ્યો હતો ગયા વર્ષે એલાર્મ મૂકીને, એલાર્મની રીંગ નવા વર્ષમાં વાગી,
સવારે ઉઠીને જોયું તો કેલેન્ડરમાં વર્ષ બદલાઈ ગયું,
ગયા વર્ષનું સપનું, આજે તો નવા વર્ષની આશમાં બદલાઇ ગયું,
સેલિબ્રેશન માટે નીકળ્યો તો ગયા વર્ષે દીવથી આગ્રા જવા,
નવા વર્ષે તો આગ્રા પહોંચી ગયો,
રસોડામાં ગયો ચા પીવા, તો ગયા વર્ષના દૂધની ચા નવા વર્ષે પીને આવ્યો,
વળી ગયા વર્ષના દૂધનું આજે બટર બની ગયું આજે,
ને બટર લગાડીને ખાખરામાં ખાધું નવા વર્ષે,
બાગમાં ગયો ફૂલ લેવા તો ગયા વર્ષની કળી આજે તો ફૂલ બનીને માંડી હસવા,
વેલકમ કર્યું નવા વર્ષને, વેલકમ માટે કરી પ્રાર્થના,
કારણકે નવું વર્ષ આવી ગયું.