નવી અંતાક્ષરી 40
નવી અંતાક્ષરી 40
(૧૧૮)
ખાઓ ગાજર આંખો કાજ,
આંખે રહેશે તેજનું રાજ.
શિયાળામાં તેની સવારી,
ગાજર કેવાં ગુણકારી!
(૧૧૯)
રાજ ભોગવતાં બટાકાં,
બારેમાસમાં હોય પાકાં.
શિયાળે એનું રૂપ નવું,
ગમે બધાં શાકે ભળવું.
(૧ર૦)
વાંકી-સીધી છે દૂધીબાઈ,
કેવી લીધી છે દૂધીબાઈ.
ગરમીમાં ઠંડક આપે,
ઉનાળાના દિવસો કાપે.
(ક્રમશ:)
