નવી અંતાક્ષરી 34
નવી અંતાક્ષરી 34
(૧૦૦)
રાતનો જાણે મહા ચોર,
ઉંદર ફરે ચારેકોર.
કપડાં કાગળ તોડતો,
ચીજોને પછાડી ફોડતો.
(૧૦૧)
તમારી પાસે મારી પાસે,
માખી ગણગણતી ગાશે.
ફરતાં રહેવાનો છે શાપ,
માખીએ કયાઁ ઘણાં પાપ.
(૧૦ર)
પીળી લાગે સફેદ લાગે,
ગરોળી તો દીવાલે ભાગે.
તરાપ મારે જંતુ જોઈ,
તેથી અણમાનીતી હોઈ.
(ક્રમશ:)
