નવી અંતાક્ષરી 24
નવી અંતાક્ષરી 24
(૭૦)
કૂતરો કેવો વફાદાર,
ઘરનો રૂડો ચોકીદાર.
એની સોબતમાં બે દુ:ખ,
બટકું ભરે ચાટે મુખ.
(૭૧)
ખાતી ઘાસ ને ખાતી ખોળ,
લોટ ખાય ને ચાટે ગોળ.
ગાયને પૂજતા જે લોકો,
મારે ન એને કદી ધોકો.
(૭ર)
કાંગારું ખૂબ ભલું-ભોળું,
ફરતું કેવું એનું ટોળું.
કોથળી હોય છે શરીરે,
કાંગારું ચાલતું ન ધીરે.
(ક્રમશ:)
