STORYMIRROR

Prahladbhai Prajapati

Inspirational Others

3  

Prahladbhai Prajapati

Inspirational Others

નૂતનવર્ષાભિનંદન સાથે

નૂતનવર્ષાભિનંદન સાથે

1 min
24.5K


એટલે ગયા વર્ષની વેર ઝેરની ગતિવિધિઓનો

કકળાટ ભૂલવાનો અવસર

છૂટેલા સંબંધોને ફરી એકવાર વિધિવત

સંબંધે મળી મૂલવવાનો અવસર


સગપણનાં મૂળે અવ્યવહારીક દીમક દૂર કરી

ભાઈ ભાંડુને યાદનો અવસર

કડવા ઘૂંટડે મીઠપનું અમી ઉમેરી

ફરી થશે નૈં ની કોઈ ગેરન્ટી નૈં નો અવસર


ખાટા નીચે મીઠા ઉપર ભરેલા અગ્નિ પર બેસી

અટ્ઠાસ્યના ચાળાનો અવસર

વર્ષ દરમિયાન કરેલા પાપોની મુક્તિ માટે

ઉધારી હાસ્ય મેળવવાનો અવસર


ઘર ઓફિસ દુકાન ફેકટરીના ખૂણે ખાચરે

ઘૂસેલ કચરાના નિકાલનો અવસર

નવા કોરા વસ્ત્રો ધારણ કરી ફરી

એને મેલા ડાઘા ડુગીએ લઇ જવાનો અવસર


મંદિરે જઈ ભગવાન પાસે જૂની ભૂલી

નવી માગણીનો પ્રસ્તાવ મુકવાનો અવસર

નોકર ચાકર ભાઈ ભાંડુને બોનસમાં

ફેરફાર કરી શાનમાં સમજાવી લેવાનો અવસર


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational