નોંધારું ગમન
નોંધારું ગમન
નહોતી ખબર કે આવા,
દિવસો પણ આવશે...?!
ચાલુ સત્રએજ સામાન
લઈ ગામે જવું પડશે...?!
રેલ્વે સ્ટેશને જામી છે ભીડ,
માણસો આવી રહ્યા છે સામાન ભરી....!
કોથળાઓ અને બેગોમાં ભરેલો છે સામાન,
લીલા છોડવા પણ લઈ જઈ રહ્યા છે પેક કરી...!
ચાલી રહ્યા છે યાત્રાળુઓ,
સામાન ખભે ને હાથે લઈને...!
ખબર નથી કે ક્યારે પાછા ફરીશું ?
આ કોરોનાને વિદાય કરીને ?
હે પ્રભુ ! ઉગારો આ,
મહામારીમાંથી....!
પ્રાર્થનારૂપે વિચારો સાથે,
જઈ રહ્યા ભારે દ્વિધામાંથી....!
