નકશો બદલાઈ ગયો
નકશો બદલાઈ ગયો
જંગલનો નકશો બદલાઈ ગયો,
વૃક્ષની જગ્યા તોતિંગ બિલ્ડિંગો એ લીધી,
પ્રાણીઓ પાંજરે પૂરાયા,
ઑક્સિજનની શોધમાં હોસ્પિટલમાં રખડે માનવી,
વરસાદની રાહમાં ચોમાસુ પણ પૂરું થવા આવ્યું,
આકાશે જોઈ માનવી ને હૈયે પડ્યો ધ્રાસકો,
પહેલા જંગલ કાપે,
પછી વરસાદને રિઝવવા કરે મોટા મોટા યજ્ઞો,
એતો એવું થયું, મહેમાનને આમંત્રણ આપીને,
દરવાજો બંધ કરી દેવા જેવું થયું,
