ઝંખે છે
ઝંખે છે
હૃદય, ભાવ ને જીવન ખાલીપો એ મુલાકાત ઝંખે છે,
જીવન છે ક્ષણિક દિલ ફરી એ મુલાકાત ઝંખે છે,
યાદ રહે પુરી દિલમાં અરમાન એ ઝંખે છે,
મધુર જે હતી મુલાકાત જીવન એ ફરી ઝંખે છે,
નથી એ ભાવ ગયા પછી કોણ પાછાં આવે છે ?
શમણાંની એ સોણી મુલાકાત મન ઝંખે છે,
કુંવારી ઈચ્છાઓ સપનાંની એ રાત ઝંખે છે,
થઈ યુગોની રાત એ એક મુલાકાત ઝંખે છે,
આવે સપનાંમાં તને મારી યાદ એ યાદ ઝંખે છે,
"રાહી" વગર દીવે બળે છે રાત એ મુલાકાત ઝંખે છે.

