વિદાય લેતી પુત્રીની વિનંતી
વિદાય લેતી પુત્રીની વિનંતી
વિદાય વેળા એક દીકરી વીનવે માતાને,
મારી વિદાયથી તમે કોઈ રુદન નહિ કરશો,
આ તો દુનિયાનો રિવાજ છે,
બસ માતા તમને વીનવું, રાખજો પિતાનો ખ્યાલ,
કાલે સવારે જ્યારે પાડશે મારા નામની બૂમ,
હું નહિ હોઉ એટલે રડશે ચોધાર આંસુએ,
તમે રાખજો એ વાતનો ખ્યાલ,
દીકરી વીનવે નાની બેનડીને,
રાખજે તું માતપિતાનો ખ્યાલ,
કાલે મારી ભાવતી વાનગી બનાવશે મા,
હું નહિ હોઉ ત્યારે, આવશે એની આંખોમાં આંસુનું પૂર રાખજે તું એ વાતનો ખ્યાલ,
દીકરી વીનવે નાની બેનડીને,
ભઈલાનો રાખજે પૂરો ખ્યાલ,
કાલે ચીડવવા કોઈ નહિ મળે,
લડવા ઝઘડવા કોઈ નહિ મળે,
ચોકલેટ લૂંટવાવાળું કોઈ નહિ મળે,
ત્યારે એને આવશે પળ પળ મારી યાદ,
એ ભઈલો થઈ જશે ઉદાસ,
ત્યારે મારા વતી દેજે તું ખુશી એને ખાસ,
એવી તારી પાસે રાખું છું આશ,
દીકરી વીનવે નાની બેનડી ને,
તું નાં થતી કદી ઉદાસ,
તને તો આવશે પળ પળ મારી યાદ,
તું માતપિતા ને ભઈલાનો રાખજે ખ્યાલ,
બગીચાના છોડને પાણી સિંચજે,
ઘરના બધાનો રાખજે તું ખ્યાલ,
દીકરી વીનવે ભઈલા ને,
માતપિતાનો રાખજે ખ્યાલ,
ઓછું કદી નાં આવવા દેતો એને,
હંમેશા એના ચહેરા પર લાવજે તું સ્મિત,
ભઈલા મારા નથી જોઈતું તારી પાસેથી કંઈ,
બસ વારે તહેવારે તેડાવજે અને આપજે મીઠો આવકાર.
