STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy Inspirational

બાપુ તમે ફરી આવી જાવને

બાપુ તમે ફરી આવી જાવને

1 min
174

બાપુ તમારો આઝાદ દેશના યુવાનો આજે મોબાઈલનાં ગુલામ બન્યા,

બાપુ આજે તમારા આઝાદ દેશના યુવાનો

વિદેશી ચીજોના ગુલામ બન્યા,


બાપુ આજે તમારા આઝાદ દેશના યુવાનો

ભૌતિક સંપતિના ગુલામ બન્યા,

બાપુ આજે આઝાદ દેશના યુવાનો,

વિદેશી સંસ્કૃતિના ગુલામ બન્યા,


બાપુ કહેવા ખાતર તો દેશ આઝાદ છે,

પણ ખોટી આદતોના ગુલામ બન્યા,

જેના ખિસ્સામાં છે તારું સ્થાન,

એ જ બધે પામે છે સ્થાન,


બાપુ તમે ફરીવાર આવી જાવને,

હકીકતમાં ગુલામીમાંથી મુક્ત કરી જાવને,


લાયકાત પ્રમાણે નોકરી મળે,

યોગ્ય દેશનેતા મળે,

સ્કૂલોમાં સારું શિક્ષણ મળે,

ગુજરાતી ભાષાને યોગ્ય સ્થાન મળે,

દેશ માટે મરતા શહીદોને યોગ્ય માન મળે,

આપણી સંસ્કૃતિ ને યોગ્ય સનમાન મળે,

બાપુ તમે એકવાર ફરી આવી જાવને.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy