STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance Tragedy

3  

Dhanjibhai gadhiya "murali"

Romance Tragedy

પ્રિયતમની વેદના

પ્રિયતમની વેદના

1 min
154

રાત અંધારી વીતી રહી છે,

હવે ઉજાસ ક્યારે આવશે ?

વાલમ મારી ક્યાં છૂપાઈ છો તું,

સૂરત તારી ક્યારે નજર આવશે ?


અનેક સૂરત દેખાય છે મુજને,

નથી દેખાતી સૂરત તારી,

બાવરો બનીને શોધુ છુ તુજને

વાટ જોઈ રહ્યો છુ હું તારી,


યાદ આવે છે તારી મુજને,

દિન રાત નિંદ્રા નથી આવતી,

સપનામાં આવી સતાવે છે મુજને,

તારા આગમનની પળ નથી આવતી,


ચાહું છુ સાચા દિલથી તુજને,

દિલ મારૂં હરપળ તુજને ઝંખે,

ન તડપાવ અને ન તરસાવ મુજને,

મધુર મિલન તારૂં ક્યારે થાશે ?


વિરહની વેદના રડાવે છે મુજને,

તારા પ્રેમમાં ભીંજવું છે મારે,

હવે વાટ ન જોવડાવ મુજને "મુરલી",

તારા દિલમાં વસવું છે મારે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance