કોઈ જોગવાઈ છે ?
કોઈ જોગવાઈ છે ?
અહિંસા પરમો ધર્મ બોલનારા પણ હિંસા કરી રહ્યા છે !
હિંસા એટલે શું ફક્ત શારીરિક ઈજા ?
અહીંં તો સારા વિચારોની પણ કત્લેઆમ થાય છે,
અહીં તો સપનાઓની પણ ખુલેઆમ કત્લ થાય છે !
શબ્દોના તીર થકી કોઈને ઘાયલ કરવા
એ શું હિંસા નથી ?
કડવી બોલીથી કોઈના હૈયે ઘા આપવો
એ શું હિંસા નથી ?
સ્ત્રી પર શારીરિક અને માનસિક અત્યાચાર
એ શું હિંસા નથી ?
શું એવી હિંસા કરનાર માટે કાયદામાં સજાની કોઈ જોગવાઈ ખરી ?
