STORYMIRROR

Narendra K Trivedi

Tragedy Inspirational Others

3  

Narendra K Trivedi

Tragedy Inspirational Others

આ વૃક્ષ કેવું ઊભું છે અનેરું

આ વૃક્ષ કેવું ઊભું છે અનેરું

1 min
168

આ વૃક્ષ કેવું ઊભું છે એકલું ને અનેરું

કોઈના પૂછે ક્યાંથી આવ્યું ક્યાં જવાનું

બીજ વાવ્યું હતું તો વટવૃક્ષ તો થવાનું

આ વૃક્ષ કેવું ઊભું છે અનેરું,


આવકાર આપે, ને વળી છાયડો ધરી ઊભેલું

પથ્થર ફેંકે ફળ આપી, આપે સન્માન મોંઘેરું

ના કોઈ ભેદભાવ, સૌના માટે સરખું જ રહેવાનું,

આ વૃક્ષ કેવું ઊભું છે અનેરું,


પર્ણને પણ સરખું સંભાળે ને અંતે પ્રેમથી ઉતારે,

મૂળથી ડાળી, પર્ણ, પર્ણને સરખું પોષાણ પહોંચાડે,

ના કોઈ પાસે કદી કોઈ અપેક્ષા ધરાવે

આ વૃક્ષ કેવું ઊભું છે અનેરું,


છે અંત સર્વેનો વૃક્ષનો પણ થવાનો

સમર્પિત કરીને અંત તો થવાનો

ઈચ્છા ધરે જનકલ્યાણને સમર્પિત થવાની

કપાય જાતે ના કોઈ વિરોધ થવાનો

આ વૃક્ષ કેવું ઊભું છે અનેરું,


પછી ક્યાં રહેશે નિશાની અહીં તો

હતું એક વટવૃક્ષ, બસ વાતો જ થવાની

આ વૃક્ષ કેવું ઊભું છે અનેરું.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy