STORYMIRROR

Dharmishtha Desai

Tragedy Inspirational

3  

Dharmishtha Desai

Tragedy Inspirational

જીવનના રંગ

જીવનના રંગ

1 min
134

જોઈ જીવનના અવનવા રંગ,

હું તો રહી ગઈ છું દંગ,


અજીબ આ દુનિયાનું રંગમંચ,

માનવ કરતો ખેલ એકબીજાની સંગ,


નવાઈ લાગે જોઈ માનવનાં રંગ,

રેડી જીવનમાં ઝેર, કરે શાંતિનો ભંગ,


વિચિત્ર છે અહીં સૌ કોઈના ઢંગ,

નકલી ચહેરા ઉપર નકલી રંગ,


સમજ ના પડે, કેમ રહેવું સૌ સંગ,

 હર કોઈના અહીં દાઢા રંગ,


અરે ! અબૂધ માનવો, છોડો આ રંગ,

માણો એવું જીવન જાણે કોઈ રૂડો પ્રસંગ.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy