STORYMIRROR

Dharmishtha Desai

Inspirational

3  

Dharmishtha Desai

Inspirational

ડર

ડર

1 min
108

ડર તો સૌને ડરાવે અને રડાવે,

ડગલે ને પગલે ડરાવે સૌને ડર,


કોઈને ઊંચાઈનો ડર તો, કોઈને

પાણીમાં તરવાનો અને ડૂબવાનો,


જાતજાતનાં અને ભાતભાતના ડર,

કોઈ ડરે અગ્નિથી તો કોઈ ડરે વાયુથી,


વળી બીમારીથી તો ભલભલા ડરે,

પણ ભોળા માનવ ના ડર તું મિથ્યા,


ઈશ્વર પર રાખ તું ભરોસો ને શ્રદ્ધા,

ને ડરવું જ હોય તો ડર ખોટા કર્મોથી,


કેમકે હિસાબ થશે તારા ખોટા કર્મોનો,

ચાલજે તું સત્ય અને ધર્મનાં પથ પર,


ભાગી જશે તારા સઘળા ડર અને

થઈ જઈશ તું નિશ્ચિંત અને નીડર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational