STORYMIRROR

Dharmishtha Desai

Inspirational

3  

Dharmishtha Desai

Inspirational

મોજથી જીવી લેવું

મોજથી જીવી લેવું

1 min
183

અમૂલ્ય એવો આ મનુષ્ય અવતાર,

છે એ ઈશ્વરનું આપેલું વરદાન,


જીવનમાં આવતી ઘણી કસોટીઓ પણ,

એમાંથી ઉતરી પાર, મોજથી જીવી લેવું,


ના ડરવું કદી જગતની નિંદાથી કે,

ના કદી હારવું, બસ જીવી લેવું મોજથી,


આવશે ઘણી અડચણો જીવનમાં તો પણ,

કાઢી રસ્તો એમાંથી રહેવું પોતાની મસ્તીમાં,


કરવો પડશે સામનો અનેક પ્રકારની સમસ્યાઓનો,

પણ મક્કતાપૂર્વક લાવી તેનો ઉકેલ જીવજે મોજથી,


કરજે ફરજો પૂરી તારી હોંશભેર અને લગનથી,

હસતાં હસતાં અને આનંદથી કંટાળો લાવ્યા વગર,


જીવનનાં કાંટાળા પથને બનાવજે કાંટારહિત,

વેરજે ફૂલો પથ પર ને મહેકાવજે જીવનપથને,


ના થાતો કદી નિરાશ કે ના થાતો કદી નાસીપાસ,

બસ ભલે ગમે તે થાય પણ મોજથી જ જીવી લેવું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational