જીવનનાં રંગ
જીવનનાં રંગ
1 min
152
જીવનનાં રંગ ન્યારા ન્યારા,
ક્યારેક હસાવે તો ક્યારેક રડાવે,
વળી ક્યાંક ચણે આશાના મિનારા,
ઘણીવાર તો ના મળે જીવનનાં કિનારા,
કંઈક વાર ઘેરાય નિરાશાનું વાદળ,
ઘડીક તડકો તો ઘડીક છાંય,
આ ચડતીપડતીના ખેલ નિરાળા વળી,
કોઈ પામે સફળતા તો કોઈ પામે નિષ્ફળતા,
પડકારો અને સંઘર્ષથી ભરેલું આ જીવન,
તો વળી હારજીતની રમતમાં અટવાતું જીવન,
કાળા માથાનો માનવી કરતો કાળાધોળાં,
આખરે તો રાખ થઈ જવાનું આ જીવન,
સઘળું થવાનું ખાખ અને બધું થાયે વેરાન,
જીવનનાં આ રંગમંચ પર છે અનોખા જીવનનાં રંગ,
