નજરની અસર તો જુઓ
નજરની અસર તો જુઓ
એમની એક નજરની અસર તો જુઓ,
સુવાસથી મઘમઘતો આ બાગ તો જુઓ.
નભ પણ ક્યારેક ઝુક્યું હશે કોઈના પ્રેમમાં,
એક નજર ક્ષિતિજ ભણી કરી તો જુઓ.
લોકો અમસ્તા જાય છે મંદિર ને મસ્જિદમાં,
ખુદએ એક નજર નિહાળી તો જુઓ.
સઘળું આપમેળે સ્પષ્ટ દેખાવા લાગશે,
આ અહમના ચશમાં ઉતારી તો જુઓ.
પુત્રમોહમાં એની મતિ ભ્રષ્ટ થઈ હતી,
માની દૃષ્ટિથી એકવાર કૈકેયીને મૂલવી તો જુઓ.
અમે તો તમારી લગોલગ જ ઉભા છીએ,
મોબાઇલમાંથી નજર હટાવી તો જુઓ.
તાકાત છે અમારી પાષાણને પણ ઓગળવાની,
એકવાર નજરથી નજર મિલાવી તો જુઓ.
