નજરમાં સમાઈ
નજરમાં સમાઈ


નજર મળી અને નજરમાં સમાઈ ગયા તમે,
આંખોના સથવારે હદયમાં કોતરાઈ ગયા તમે,
એવું તે કેવું આકર્ષણ હશે આપની નજરમાં,
પલક ઝપકાઈ અને ચુંબકની જેમ ખેંચાઈ ગયા તમે,
પહેલી નજરે વસ્યાને,
આ આંખોનું તેજ બની ગયા તમે,
એક નજરની શું આટલી હોતી હશે અસર,
આંખોથી આવીને મારાંમાં જ વસી ગયા તમે.