STORYMIRROR

રોનક જોષી 'રાહગીર'

Tragedy

4  

રોનક જોષી 'રાહગીર'

Tragedy

નિમિત્ત માત્ર છે

નિમિત્ત માત્ર છે

1 min
254

જીવનનું સત્ય માત્ર એક મૃત્યુ જ છે,

કોરોનાથી થાય કે કેન્સરથી નિમિત્ત માત્ર છે,


ભોગવવા આપી છે જિંદગી પ્રભુએ,

ને આપણે સૌ ભેગું કરવા ભાગી રહ્યાં છીએ,


આ કોરોના કાળમાં પણ કાળા માથાનો માનવી,

કાળાબજારી અને ભેગું કરવા ભાગી રહ્યો છે,


મોત માથે તાંડવ કરે છે,

ને વર્ષોનું આયોજન કરે છે,


મારું મારું કરવામાં મરી પડે છે,

ને ભેગું કરતા કરતા ભાંગી પડે છે,


વર્તમાન અને વાસ્તવિકતાથી વાકેફ છે,

છતાં સંતોષ કે શાંતિની જિંદગી જીવવી નથી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy