નિખરે નજર્યું ભાળી હેત
નિખરે નજર્યું ભાળી હેત
મનમોહક નયને કેવો નીતરે મધુરો આ નેહ
નિખરે નજર્યું ભાળીને વ્હાલી તણો ઝાઝો સ્નેહ,
મલકતી મીઠડું નિત્ય નવો લાગે એનો અંદાજ
હ્નદય સરોવરે બિરાજતી, બની હંસલી ખાસ
નિખરે નજર્યું ભાળીને વ્હાલી તણો ઝાઝો સ્નેહ,
ગુંજે ધડકનમાં કેવી મીઠી મધુરી પ્રેમધૂન
વ્હાલીના સાંસોની સરગમ જગાવે હૈયે હેત
નિખરે નજર્યું ભાળીને વ્હાલી તણો ઝાઝો સ્નેહ,
ઉરમાં થાય અજવાળા પ્રેમજ્યોત પ્રકાશતા
અંતરમાં વાગે જંતર પ્રેમનું ભાળી મીઠો સ્નેહ,
નિખરે નજર્યું ભાળીને વ્હાલી તણો ઝાઝો સ્નેહ,
'રાજ ' હૃદયમાં રાજ કરે વ્હાલી અપાર હેતથી
અહેસાસ પ્રેમનો હોય સાચો ભીતરે, બાકી તો વહેમ,
મનમોહક નયને કેવો નીતરે મધુરો આ નેહ
નિખરે નજર્યું ભાળીને વ્હાલી તણો ઝાઝો સ્નેહ.