STORYMIRROR

Neha Desai

Romance Inspirational

4  

Neha Desai

Romance Inspirational

ને આમ, ઉજવી લે, વેલેન્ટાઈન ડે, શાનદાર

ને આમ, ઉજવી લે, વેલેન્ટાઈન ડે, શાનદાર

1 min
187

કરી લે, તું ખુદને પ્યાર, હસાવી દે, રડતાંને યાર,

ને આમ, ઉજવી લે, 

વેલેન્ટાઈન ડે, શાનદાર !


કરી લે, ગમતાંનો ગુલાલ, લઈ લે, દુ:ખ કોઈનું ઉધાર,

ને આમ, ઉજવી લે, 

વેલેન્ટાઈન ડે, શાનદાર !


કરી લે, સુખની વ્યાખ્યા નવી બે ચાર, થઈ જા, જરુરતમંદની ઢાલ,

ને આમ, ઉજવી લે, 

વેલેન્ટાઈન ડે, શાનદાર !


કરી લે, સ્વજનોને વ્હાલ, વહેંચી દે, સ્મિતની લ્હાણ,

ને આમ, ઉજવી લે, 

વેલેન્ટાઈન ડે, શાનદાર !


કરી લે, હતાશ મનને માત, બની જા, ઊર્જાનો સ્તોત્ર અઘાત,

ને આમ, ઉજવી લે, 

વેલેન્ટાઈન ડે, શાનદાર !


કરી લે, પ્રયત્ન અગાથ, પહોંચી જા, મંઝિલની પાસ,

ને આમ, ઉજવી લે, 

વેલેન્ટાઈન ડે, શાનદાર !


કરી લે, જીવનને પડકાર, પકડી લે, પડતાંનો હાથ,

ને આમ, ઉજવી લે, 

વેલેન્ટાઈન ડે, શાનદાર !


કરી લે, 'ચાહત'નો જયજયકાર, કરી દે, નફરતને હદપાર,

ને આમ, ઉજવી લે, 

વેલેન્ટાઈન ડે, શાનદાર !


Rate this content
Log in

Similar gujarati poem from Romance