નદી અને સ્ત્રી બંને સરખા
નદી અને સ્ત્રી બંને સરખા
નદી અને સ્ત્રી બંને સરખા
બંને માતાનું બિરૂદ પામે
ખળ ખળ વહેતા ઝરણા
બાલિકા જેવા ચંચળને રમતિયાળ,
ડુંગર પરથી એમ પડે,
જેમ કોઈ બાલિકા ખાય લપસણી એમ
નદીનું સ્વરૂપ પામતા
બને યુવતી ની જેમ ધીરગંભીર
સાગરને મળવા ઉતાવળી એમ,
જાણે ! પ્રેમી ને મળવા કોઈ ઉતાવળી મુગ્ધા
ડેમની જો આવે મયાર્દા તો મન મક્કમ કરી રોકાય
પણ જો સહનશીલતા એની હદ બહાર જાય તો
વિનાશ વેરી જાય
નદીના જોરની સામે તો ડેમ પણ હારી જાય
બંધનો તોડી દે બધા એતો સાગર ને મળવા ચાલી જાય
નદી ને સ્ત્રી બંને સરખા રીઝે તો લાવે સ્વર્ગ
રૂઠે તો લાવે વિનાશ સુંદર મનોહર બનાવે
એને પણ પ્રેમ ની ભીનાશ
