આશ્ચર્ય સર્જાય
આશ્ચર્ય સર્જાય
ઓહો ! કેવું આશ્ચર્ય સર્જાય,
ધરતી પર એલિયન્સ દેખાય,
કોઈ કહે મેં જોયું,
કોઈ કહે નિશાન દેખાય,
ના સત્તાવાર જણાય.
હા,પણ,
એલિયન્સ ક્યારેક આવજા કરતા,
વૈજ્ઞાનિક સંસ્થા પણ માનતી જાય,
ઓહો !કેવું આશ્ચર્ય સર્જાય,
ધરતી પર એલિયન્સ દેખાય.
એક આભાસ ધરતી પર,
પરગ્રહી યાન જણાય,
ઓહો !કેવું આશ્ચર્ય સર્જાય,
ધરતી પર એલિયન્સ દેખાય.
ધરતી પરના પશુઓને,
વંટોળ જેમ લેતા દેખાય,
ઓહો ! કેવું આશ્ચર્ય સર્જાય,
ધરતી પર એલિયન્સ દેખાય.
